કારણ કે હું માણસ છું…

June 26, 2008

 પથ્થર સાથે રહી રહી પણ

નથી થયો પથ્થરનો –

કારણ કે હું માણસ છું.

 

પાછળથી એ ઘાત કરે, આઘાત કરે, પ્રતિઘાત કરે

પણ સામે મોઢે લળીલળીને વાત કરે છે –

કારણ કે હું માણસ છું.

 

હોવું જાણે તડકો તીખો,

ઉનાળાનો ઉનો ઉનો,

છતાય જાણે લાગે છે કે

સ્હેજ બચી છે ભીતરમાં ભીનાશ –

કારણ કે હું માણસ છું.

 

સદીઓથી જે ચાલ્યું આવે, ચાલે છે, ને ચાલ્યાં કરશે,

સાચ જૂઠની ભેળસેળની

સમીપ રહીને શોધું મારી જાત –

કારણ કે હું માણસ છું.

 

ઉંઘ વગરની આંખો બળતી મોડી રાતે

નથી કોઈ આજુબાજુ કે સાથે સાથે

કોક વાર હું ફુલ, પાંદડા, પતંગિયા

ને પંખીઓની વાત કરું છું –

કારણ કે હું માણસ છું.

 

 

 

   ધૈવત શુક્લ

 માર્ચ, ૨૦૦૩.

 

Advertisements

11 Responses to “કારણ કે હું માણસ છું…”

 1. pragnaju Says:

  સુંદર રચના
  પાછળથી એ ઘાત કરે, આઘાત કરે, પ્રતિઘાત કરે
  પણ સામે મોઢે લળીલળીને વાત કરે છે –
  કારણ કે હું માણસ છું.
  વાહ્
  યાદ આવી
  પોતાનું આકાશ બતાવી, સુરજ, તારા, ચન્દ્ર ગણાવી,
  વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.
  અને
  પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
  દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.
  ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
  ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.


 2. માણસની લાક્ષણિકતાઓ કાવ્યમાં બરાબર ઝિલાઈ છે. સુંદર રચના.


 3. સરસ કવિતા માણવા મળી.


 4. હોવું જાણે તડકો તીખો,

  ઉનાળાનો ઉનો ઉનો,

  છતાય જાણે લાગે છે કે

  સ્હેજ બચી છે ભીતરમાં ભીનાશ –

  કારણ કે હું માણસ છું
  બહુ બહુ બહુ સરસ

 5. Pinki Says:

  સદીઓથી જે ચાલ્યું આવે, ચાલે છે, ને ચાલ્યાં કરશે,

  સાચ જૂઠની ભેળસેળની સમીપ રહીને શોધું મારી જાત –

  કારણ કે હું માણસ છું.

  very nice verse…..
  really enjoy ur work !!

 6. rajesh Says:

  maza padi tamne maline

 7. Lata Hirani Says:

  aa rachana vadhu gami… congretulations


 8. સુંદર રચના … મારી એવા જ ધ્વનિવાળી ગઝલ – કેમ ? હું માણસ છું
  http://www.mitixa.com/2009/385.htm

 9. NAITIK SHAH Says:

  Dhaivatbhai,

  Excellent!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: