આભ હવે આભરણું પાથર… (પંચમહાભૂતનો સાક્ષાત્કાર)

નવેમ્બર 12, 2007

કંઈક ઊગ્યું અંદરથી આજે, દૈવત સઘળું મહીં વિરાજે, પવન હવે પાથરણું પાથર !
ઘૂઘવે નાદ સમંદર ઘેરો, ચલો લગાવો અહીં જ ડેરો, ચંદ્ર હવે ચાંદરણું પાથર !

અહીંઆ કે ત્યાં ફેર નથી કંઈ, કશુંય કડવું ઝેર નથી કંઈ, જગત મહીં કંઈ વેર નથી, ને
સહજ સરકતું, લયે લહરતું ચિત્ત વિરાજે નીલ ગગન પર, સૂરજ કંચનવરનણું પાથર !

જળહળ ઝળહળ તેજ પંજ થઈ, સમય સમયનો અવસર થઈને ઊડે શ્વાસોચ્છ્વાસ હવામાં
સ્વટિક સમા નિતરેલા, નિમિલિત નેત્રોમાંથી વહી રહેલા વારી હવે નિર્ઝરણું પાથર !

કેમ કરી સમઝાવું તમને, હું ને તું ની રમત મઝાની, રમતા રમતા શેષ કશું ના,
પહેરીને આ વેશ મઝાનો, વેશ છતા અણવેશ મઝાનો, આભ હવે આભરણું પાથર !

ધૈવત શુક્લ
મે, ૧૯૯૩.

(નોંધ: હું અને પંચમભાઈ ઊનાળાની એક બપોરે દાહોદ ખાતે બેસી અને કશુંક લખવા મથતા હતા. પંચમભાઈને વિચાર આવ્યો અને એ બોલી ઊઠ્યા “પવન હવે પાથરણું પાથર”… અને આ રચના, આ સર્જન…)

Advertisements

4 Responses to “આભ હવે આભરણું પાથર… (પંચમહાભૂતનો સાક્ષાત્કાર)”


 1. સુંદર રચના… સુંદર યાદ…

  કવિતાનું ફોર્મેટ ખોરવાઈ ગયું છે એટલે જરા બે વાર વધુ વાંચવી પડી.. 🙂


 2. સુંદર રચના… સુંદર યાદ…

  કવિતાનું ફોર્મેટ ખોરવાઈ ગયું છે એટલે જરા બે વાર વધુ વાંચવી પડી.. 🙂

  મજા આવી ગઈ…

 3. Ksh Says:

  ભૈ વાહ! મઝા પડી ગઈ!
  “પહેરીને આ વેશ મઝાનો…” સરસ ષ્લેશ છે. આવેશનો વેશ છે. ધન્યવાદ.

 4. Pinki Says:

  khub maja avi gai ….
  amne pan panchmahabhutno saxatkar karavyo….!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: