શું છે બધું ?

ઓગસ્ટ 18, 2007

જે કંઈ દેખાય છે, સંભળાય છે, શું છે બધું ?
સમજ કંઈ પડતી નથી, અકળાય છે, શું છે બધું ?

નામધારી જે કંઈ વસ્તુ વિનાશી છે બધી,
નાશ પામીને ફરી સરજાય છે શું છે બધું ?

શ્વાસ ને ઉચ્છ્વાસનું કારણ કંઈ જડતું નથી,
પ્રશ્ન એવો છે કે સહુ ચકરાય છે, શું છે બધું ?

વસ્તુને સુંઘો, સુણો, જુઓ, અડો, ચાખો, જરા,
પાંચ છે પણ એક થઈ પથરાય છે, શું છે બધું ?

એક ક્ષણ, ને ગગન ગુંજે જળહળે જળ, સ્થળ, સકળ,
હું પણું યે વ્યાપ્ત થઈ વિસરાય છે, શુ છે બધું ?

ધૈવત શુક્લ
1993.

Advertisements

6 Responses to “શું છે બધું ?”


 1. જે કંઈ દેખાય છે, સંભળાય છે, શું છે બધું ?
  સમજ કંઈ પડતી નથી, અકળાય છે, શું છે બધું ?

  મજા પડી.

 2. સુરેશ જાની Says:

  બધું જ છે , અને છતાં રહેવાનું નથી. પરીવર્તન જ સતત છે.
  સરસ કવીતા. ગમી.

 3. સુરેશ જાની Says:

  અહીં બદલી શકાય તો સેટીંગ બદલવાની જરુર છે. કોમેન્ટ બહુ જ ઝાંખા અક્ષરોમાં છે. વાંચતાં ઘણી તકલીફ પડે છે.
  ડાર્ક બેકગ્રાઉન્ડ માં નીચેનો થીમ સારો છે –
  http://tulsidal.wordpress.com/2007/08/19/harina_namano_punit/

 4. Pinki Says:

  શું છે બધું કહીને બધી અકળામણ સરસ ઠાલવી !!

  અકળામણ પણ અકળાઇને કહે છે શું છે બધું ?


 5. વસ્તુને સુંઘો, સુણો, જુઓ, અડો, ચાખો, જરા,
  પાંચ છે પણ એક થઈ પથરાય છે, શું છે બધું ?

  પાંચ ઈન્દ્રિયોની મજાની વાત કરી…એ પાંચેય એક એક કરીને જ્યારે જતી રહેતી હશે ત્યારે કદાચ માણસને એવું જ થતું હશે કે ‘શું છે બધું?’

  સુંદર રચના…!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: