પહોંચશું…

ઓગસ્ટ 7, 2007

કુટિલતાથી સરલતા સુધી પહોંચશું,
એ ભલે ના કહે હા સુધી પહોંચશું !

એક ફુલડું ઊગે છે અહીં બાગમાં,
જાણ એને નથી ક્યાં સુધી પહોંચશું !

શબ્દના ચમકતા લક્ષ્યને જોઈને,
લક્ષ્યને વેધવા ત્યાં સુધી પહોંચશું !

એક સપનું હવે સાચ થઈ વિલસતું,
સાચની સાથ સપના સુધી પહોંચશું !

સૂર્યની કેસરી કેશવાળી ગ્રહી,
તેજની તેજ છાયા સુધી પહોંચશું !

ગૂઢતાના સમંદર મહીં જળહળે,
એક નજરે જ પામ્યા સુધી પહોંચશું !

ધૈવત શુક્લ
1993

Advertisements

3 Responses to “પહોંચશું…”


 1. સૂર્યની કેસરી કેશવાળી ગ્રહી,
  તેજની તેજ છાયા સુધી પહોંચશું !

  મજા પડી.


 2. કુટિલતાથી સરલતા સુધી પહોંચશું,
  એ ભલે ના કહે હા સુધી પહોંચશું !

  -સુંદર શેર…


 3. કુટિલતાથી સરલતા સુધી પહોંચશું,
  એ ભલે ના કહે હા સુધી પહોંચશું !

  જોમ તો આવું જ હોવું જોઈએ ને!!!

  શબ્દના ચમકતા લક્ષ્યને જોઈને,
  લક્ષ્યને વેધવા ત્યાં સુધી પહોંચશું !

  વાહ…

  સાચ્ચે જ, બધા શેરોમાં મજા આવી…

  છંદ ગાલગા ગાલગા ગાલગા ગાલગા જ છે ને? જેમાં ‘પહોં’ ને ગા તરીકે લીધું છે??


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: