સાવ અચાનક…

ઓગસ્ટ 4, 2007

સાવ અચાનક આવી ઊભું મારે દ્વારે,
કેમ કરીને ટાળું કેમ નીકળું બારે ?

જરાક અમથું ઇચ્છું કે હું ભાગી નીકળું
આવીને સંતાઈ રહેતું મનની ધારે !

કોને પુછું કયા મારગે કોણ આવતું,
છાનુંમાનું મનની ધારે વારે વારે ?

સહજ ગાન ને સહજ બજે છે રણઝણ ઝીણી,
કહેતી જાણે સદા વસું છું અંતર તારે !

હું ય તણાઉં અમથી આ લીલાના લયમાં
થનગન થનગન થતું વિશ્વ એના અણસારે !

ધૈવત શુક્લ
૧૦.૦૯.૧૯૯૨.

Advertisements

3 Responses to “સાવ અચાનક…”

 1. spancham Says:

  હું ય તણાઉં અમથી આ લીલાના લયમાં
  થનગન થનગન થતું વિશ્વ એના અણસારે !

  ઘણા વખત પછી જુના કાવ્યો માણવાની મજા પડે છે.


 2. જરાક અમથું ઇચ્છું કે હું ભાગી નીકળું
  આવીને સંતાઈ રહેતું મનની ધારે !

  કોને પુછું કયા મારગે કોણ આવતું,
  છાનુંમાનું મનની ધારે વારે વારે ?

  સ-રસ વાત અને ખૂબ જ સુંદર ગઝલ !


 3. સુંદર ગઝલ…. ધૈવતભાઈ… આપના બ્લૉગની આ મુલાકાત પહેલા પ્રણયના સ્પર્શ જેવી રોમાંચક લાગી… ખૂબ ખૂબ અભિનંદન…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: