મિત્ર એટલે…

ઓગસ્ટ 4, 2007

મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

મિત્ર એટલે પરથમ પહલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે જળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ લગ સહવાસ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !

મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!

મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉદ્બોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!

મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!

મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઉભો રહે  જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો માણસ…!

મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

ધૈવત શુક્લ
૦૪.૦૫.૨૦૦૭

એક સંદર્ભ: બપોરે આ કવિતા લખાયા પછી સાંજે ઘરે આવી અને કવિશ્રી રાજેન્દ્ર શુક્લને આ રચના બતાવી. તેમની પાસેથી એક બે વાત જાણવા મળી જે નીચે પ્રમાણે છે.  આ રચનાનું સ્વરુપ “મુસદ્દસ” એટલે કે ષટ્પદી અને “મુખમ્મસ” એટલે કે પંચપદી છે. આ પ્રકારનું સ્વરુપ પૂર્વે દયારામ અને અક્ષયદાસની (અખા) રચનાઓમાં જોવા મળે છે જેને છપ્પય કે છપ્પા કહે છે.

(નોંધ: આ રચના મૈત્રી દિવસની પૂર્વસંધ્યાએ “સહિયરું સર્જન” બ્લોગ પર ઊર્મીસાગરના આમંત્રણના પ્રત્યુત્તર રૂપે…)

Advertisements

8 Responses to “મિત્ર એટલે…”

 1. spancham Says:

  ભાઇ બહુજ સરળ શબ્દોમાં સુંદર રચના થઇ છે.
  ઈપાપા એ આપેલી કાવ્ય સ્વરૂપની સમજણ ખૂબ ઉપયોગી છે.


 2. મિત્રની ખૂબ જ સુંદર વ્યાખ્યાઓ કરી દીધી મિત્ર ધૈવતભાઈ…!

  કવિશ્રીની આ કાવ્ય સ્વરૂપની સમજણ મારા જેવાને તો ખૂબ જ કામમાં આવી શકે છે… આવી જ રીતે કાયમ પરોક્ષરીતે કવિશ્રી સાથે તમે કાવ્ય-વિષયક વાતચીત કરાવતા રહેશો તો ઘણું ગમશે અને ઘણું ઘણું નવું જાણવા પણ મળશે!!

  મિત્ર એટલે વરસે અનરાધાર
  મિત્ર એટલે અણદીઠો આધાર

  આ બે વ્યાખ્યાઓ મને સૌથી વધુ ગમી… અને બીજી પણ થોડી વધારે ગમેલી વ્યાખ્યાઓ..

  મિત્ર એટલે જળહળતો અજવાસ,
  મિત્ર એટલે છેવટ લગ સહવાસ,
  મિત્ર એટલે વહે વિના અવરોધે,
  મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
  મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
  મિત્ર એટલે સમદર જેણે હરિયો (સમંદર જ ને? જે આંખનાં આંસુ આવતા પહેલા જ હરી લે… ખૂબ જ સુંદર!)

  ચાલો, હવે હું કોપી પેસ્ટ કરવાનું બંધ કરું, નહીંતર બધી વ્યાખ્યાઓ જ એવી છે કે આખી તમારી કવિતા જ હું અહીં ફરીથી મૂકી દઈશ! 🙂

  મૈત્રીદિનની શુભેચ્છાઓ સહ…!!

 3. સુરેશ જાની Says:

  બહુ મજા આવી. સરસ રચના.
  રાજે ન્દ્ર ભાઇની ટીપ્પણી બહુ ગમી.

 4. Chirag Patel Says:

  ઉત્તમ વ્યાખ્યા! ગમી!

 5. kapildave Says:

  bhai tamari aa mitrani vyakhya khubaj sundar rite raju kari che

  khubaj gami tamari aa mitr ni vyakhya

 6. sapana53 Says:

  વાહ મસ્ત ગઝલ અને મિત્ર એતલે મિત્ર….happy friendship day


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: