આકારશૂન્ય સાકાર !

August 1, 2007

સાર મહીંથી સાર નહીં, નિ:સાર મળે છે,
નિ:સાર, સારના સાર સમો અણસાર મળે છે.

સપ્ત સૂરના સ્પંદન મધ્યે ડૂબતા ચાલ્યા,
લો, સ્પંદનની પાર હવે રણકાર મળે છે,

હવે અહીંથી બ્હાર નહીં પણ અંદર અંદર,
અંદર સઘળા સાજ અને શણગાર મળે છે.

લગન લગાવી ચાલ હવે તું ચાલ અહીંથી,
છેલ્લી છેલ્લી વાર અહીં અવતાર મળે છે.

સહજ સરકતા સમય શ્વાસને ભાર નથી કૈં,
અંતે તો આકારશૂન્ય સાકાર મળે છે !

ધૈવત શુકલ
૮.૯.૧૯૯૨

Advertisements

3 Responses to “આકારશૂન્ય સાકાર !”

 1. spancham Says:

  અરે આ ગઝલ તો મને બરબર યાદ છે. ‘પવન હવે પાથરણું પાથર’ના ગાળા દરમિયાન….

  ભાઇ, થોડી જૂની ગઝલ ચડાવજે …અને જાજવલ્યની પણ…


 2. ‘આકારશૂન્ય સાકાર’ મને તો આ શિર્ષક ખૂબ જ ગમી ગયું!

  હવે અહીંથી બ્હાર નહીં પણ અંદર અંદર,
  અંદર સઘળા સાજ અને શણગાર મળે છે.

  એકદમ સાચી વાત છે!

  કોઇ અજબનું જોમ ભરી દેતી મસ્ત રચના છે!

  પરંતુ…

  સાર મહીંથી સાર નહીં, નિ:સાર મળે છે,
  નિ:સાર, સારના સાર સમો અણસાર મળે છે.

  આ શેર તો હું ઘણીવાર વાંચી ગઈ પણ મને તો મારા મગજનાં ઘૂમી જવાનો જ અણસાર મળ્યો હોં… આ શેરનો જરા રસાસ્વાદ કરાવો ને ધૈવતભાઇ!


 3. મજાની રચના…. રા.શુ.ની શૈલીની જ પ્રતિકૃતિ જાણે કે…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: