સોહામણી

July 22, 2007

આંગણે આવી મદમાત સોહામણી,
તારકોથી મઢી રાત સોહામણી.

એકની દૃષ્ટિનો પાત, સોહામણી,
એકની સૃષ્ટિ રળિયાત સોહામણી.

ફુલ ખીલી રહ્યાં સાત, સોહામણી,
ચોતરફ મઘમઘે જાત સોહામણી.

દ્રગ નિરખતા ભલીભાત સોહામણી,
ભીતરે શોભતી ભાત સોહામણી.

પવનથી કંપતા પાત, સોહામણી.
એમ સ્પર્શી રહ્યાં ગાત, સોહામણી,

તું જ છે એ ખરેખાત, સોહામણી?
જે મને થઈ રહી જ્ઞાત સોહામણી ?

કોઈ કરતું રહ્યું વાત સોહામણી,
કોઈ સુણતું ગયું વાત સોહામણી…

ઉર્ધ્વમાંથી નર્યું કૈં ઝર્યું મુળ લગ,
ને થયું એમ પરભાત, સોહામણી !

ધૈવત શુક્લ
૫ ઓગસ્ટ, ૨૦૦૫

2 Responses to “સોહામણી”

  1. ધવલ Says:

    ફુલ ખીલી રહ્યાં સાત, સોહામણી,
    ચોતરફ મઘમઘે જાત સોહામણી.

    – સરસ !

    બહુ સરસ શરૂઆત છે. આગળ વધુને વધુ રચનાઓ મૂકતા રહેશો.


  2. પ્રિય ધૈવતભાઈ, નમસ્તે!!

    ખૂબ જ સોહામણી રચનાઓ સાથે ઘણી જ સોહામણી શરૂઆત કરી છે!! અને એમાંયે આ રચના તો સાચે જ સોહામણી લાગી હોં!

    અભિનંદન આ બ્લોગ માટે…!
    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે!!

    આશા છે કે આપની ઘણી રચનાઓ આગળ માણવા મળતી રહેશે અને એમાંથી મને ઘણું શીખવાનુંયે મળતું રહે… (અને મને તો તમારી રચનાઓમાં કોકવાર કવિશ્રી રા.શુ.ની ઝાંખી પણ જોવા મળતી રહે એવી જરા જરા આશા પણ છે હોં!🙂 )

    ફરીથી ખૂબ ખૂબ અભિનંદન…!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: