છાયા રહી…
January 11, 2008
ગાન આ પુરું થયું ને સૂરની છાયા રહી,
એક ક્ષણમા વહી ગયેલા પુરની છાયા રહી !
સાત સમદર પાર જો પહોંચી જવાયું છે હવે,
સહુ સ્મરણનું વિસ્મરણ, ભરપુરની છાયા રહી !
મૌનનું ગુજન થતાં વાચાળતા વિરમી ગઈ,
આંખ સામે દેવતાઈ નૂરની છાયા રહી !
એ અહંકારી ધનુર્ધારી ગયો ક્યાં ઓગળી ?
વાત એવી કંઈ બની, એ શૂરની છાયા રહી !
ઘર નહીં, ઉંબર નહીં, આંગણ નહીં ને કંઈ નહીં,
બસ અતલ અવકાશમાં કો દૂરની છાયા રહી !
ધૈવત શુક્લ
17.08.1993
January 15, 2008 at 5:46 pm
ખૂબ સરસ ધૈવતભાઈ, અગાઉ આપણે વાત કરી છે પણ તમારાં બ્લૉગની આજે જ જાણ થઈ.. ખૂબ સરસ ગઝલ છે.. બધાં જ શેર ગમ્યાં..
January 15, 2008 at 7:35 pm
સુંદર ગઝલ… વચ્ચે જાણે પંદર વર્ષોનું વા’ણું વાયું જ નથી…
January 16, 2008 at 11:14 am
ઘર નહીં, ઉંબર નહીં, આંગણ નહીં ને કંઈ નહીં,
બસ અતલ અવકાશમાં કો દૂરની છાયા રહી !
sundar!