આભ હવે આભરણું પાથર… (પંચમહાભૂતનો સાક્ષાત્કાર)
November 12, 2007
કંઈક ઊગ્યું અંદરથી આજે, દૈવત સઘળું મહીં વિરાજે, પવન હવે પાથરણું પાથર !
ઘૂઘવે નાદ સમંદર ઘેરો, ચલો લગાવો અહીં જ ડેરો, ચંદ્ર હવે ચાંદરણું પાથર !
અહીંઆ કે ત્યાં ફેર નથી કંઈ, કશુંય કડવું ઝેર નથી કંઈ, જગત મહીં કંઈ વેર નથી, ને
સહજ સરકતું, લયે લહરતું ચિત્ત વિરાજે નીલ ગગન પર, સૂરજ કંચનવરનણું પાથર !
જળહળ ઝળહળ તેજ પંજ થઈ, સમય સમયનો અવસર થઈને ઊડે શ્વાસોચ્છ્વાસ હવામાં
સ્વટિક સમા નિતરેલા, નિમિલિત નેત્રોમાંથી વહી રહેલા વારી હવે નિર્ઝરણું પાથર !
કેમ કરી સમઝાવું તમને, હું ને તું ની રમત મઝાની, રમતા રમતા શેષ કશું ના,
પહેરીને આ વેશ મઝાનો, વેશ છતા અણવેશ મઝાનો, આભ હવે આભરણું પાથર !
ધૈવત શુક્લ
મે, ૧૯૯૩.
(નોંધ: હું અને પંચમભાઈ ઊનાળાની એક બપોરે દાહોદ ખાતે બેસી અને કશુંક લખવા મથતા હતા. પંચમભાઈને વિચાર આવ્યો અને એ બોલી ઊઠ્યા “પવન હવે પાથરણું પાથર”… અને આ રચના, આ સર્જન…)
November 16, 2007 at 5:43 am
સુંદર રચના… સુંદર યાદ…
કવિતાનું ફોર્મેટ ખોરવાઈ ગયું છે એટલે જરા બે વાર વધુ વાંચવી પડી..
November 16, 2007 at 5:44 am
સુંદર રચના… સુંદર યાદ…
કવિતાનું ફોર્મેટ ખોરવાઈ ગયું છે એટલે જરા બે વાર વધુ વાંચવી પડી..
મજા આવી ગઈ…
November 25, 2007 at 10:49 pm
ભૈ વાહ! મઝા પડી ગઈ!
“પહેરીને આ વેશ મઝાનો…” સરસ ષ્લેશ છે. આવેશનો વેશ છે. ધન્યવાદ.
January 16, 2008 at 10:52 pm
khub maja avi gai ….
amne pan panchmahabhutno saxatkar karavyo….!!