હું જોઉ છું
September 26, 2007
અવકાશમાં દીપી રહેલા વૃત્તને હું જોઉ છું !
જુગ જુના ઝળહળ ઝળળ સંવૃત્તને હું જોઉ છું !
આજે અહીં, કાલે ત્યહીં, ક્યારે કહીં, સમજાય છે,
શૂન્યતાને, કર્મના પ્રવૃત્તને હું જોઉ છું !
જે બધું છે, તે નથી કૈં, તેજ છે ચારે તરફ,
નાદના ગર્જનરૂપી આ નૃત્તને હું જોઉ છું !
હું મને જોઈ રહ્યો ને શૂન્યનો સમદર થયો !
કંઈ નહીંના વારિથી આવૃત્તને હું જોઉ છું !
આજ તો સમજાય છે કે પામવાનું શું હતું,
આચ્છાદનો ચાલ્યાં ગયાં, પરિવૃત્તને હું જોઉ છું !
ધૈવત શુક્લ
1993.
September 27, 2007 at 6:38 pm
લગભગ દોઢ દાયકા પહેલાં લખેલી ગઝલ… તોય સાવ તરોતાજા લાગી… સુંદર રચના…
October 7, 2007 at 7:30 pm
Just today i went through yr blog and enjoyed it.